પાટણ, હારીજ 

હારીજ: કુકરાણા ના રાજપૂત યુવાને સગાઈ બાદ વિકલાંગ બનેલી યુવતી સાથે કર્યા લગ્ન..

વિકલાંગ યુવતી ને બે હાથે ઉપાડી કોર્ટમાં ફેરા ફરી લગ્ન કર્યા..

3 વર્ષથી સગાઈના તાંતણે રહ્યા પછી યુવતીના પગ ઝાડ પર થી પડી જતા નિષ્ક્રિય થતા વિકલાંગ બની હતી..

               ફિલ્મોમાં આપણે અનેક કાલ્પનિક કહાનીઓ જોતા આવ્યા છીએ પણ હારિજ તાલુકાના કુકરાણા ગામના એક ક્ષત્રિય રાજપૂત યુવાને તેની સગાઈ કરેલી પત્નીને ઝાડ પર થી પડી જતા બન્ને પગ નિષ્ક્રિય થઈ જતા વિકલાંગ બની હતી.અને 3 વર્ષનો સગાઈ સબંધ રહ્યાં પછી વિકલાંગ બનેલ યુવતીના માતા પિતા સાથે યુવકના પરિવારજનો એ સગાઈ સબંધ તોડવાનું નક્કી કરી દીધું હતું.ત્યારે ક્ષત્રિય ધર્મ નિભાવવા યુવાને વિકલાંગ યુવતીને જીવનસંગીની બનાવી સાથે જીવવાના કોલ પુરા કરવા બંને પરિવારોની મનાઈ ઉપર કોર્ટમેરેજ કરી બંને હાથે ઉપાડી સાથે જીવવાના ચાર ફેરા ફરી અગ્નિની સાક્ષીએ લગ્ન કરી લીધા હતા. 

       લગ્ન કર્યા બાદ પરિવારજનોને જણાવતા પરિવારે પણ વિકલાંગ પુત્રવધુ અને પુત્રને અપનાવી વધામણા કર્યા હતા. 

 કોર્ટમેરેજના દર્શ્યો ને હાથો માં ઉઠાવી અગ્નિની સાક્ષીએ લગ્ન ના ફેરા ફરતા આ દર્ષ્યો પાટણ જિલ્લા ના હારીજ તાલુકા ના કુકરાણા ગામના વાઘેલા મહાવીરસિહ કનકસિંહની સગાઈ અમદાવાદ ના બામરોલી ગામના ઝાલા પરીવાની દીકરી રીનલબા ઝાલા સાથે ત્રણ વર્ષ અગાઉ થયા હતા .જોકે સગાઈ એક વર્ષ પછી છેલ્લા બે વર્ષ આસપાસ યુવતી ખેતર ના એક વૃક્ષ પરથી નીચે પડી ગઈ હતી.જેમાં રિનલબાને કમર નું હાટકુ ભાગી ગયું જેના કારણે બંને પગમા લોહી મળતું બંદ થઈ ગયું હતું જેના કારણે બંને પગ નિષ્ક્રિય બની જતા વિકલાંગ બની ગઇ હતી.લગાતાર બે વર્ષ સુધી પથારી માં રહી પણ ચાલી શકે નહિ ત્યારે બંને પરિવારના વડીલોએ આ યુવક યુવતી ની સગાઈ તોડી નાખવાનો નિર્ણય લીધો જેના કારણે યુવતી ભાગી પડી હતી.તો બીજી તરફ સગાઈ કરનાર યુવાન મહાવીરસિંહ યુવતી સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. અને બંને પરિવારોની ના હોવા છતાં યુવાને શુક્રવારના રોજ પાટણ ખાતે લાવી કોર્ટમેરેજ નોંધાવી બંને હાથે ઊંચકી યુવતીને અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરી લગ્ન કરી સમાજમાં એક પ્રેરણારૂપ સંદેશ આપ્યો હતો.

     કુકરાણા ના લગ્ન કરનાર યુવાન વાઘેલા મહાવીરસિંહ કનકસિંહ 25 ના જણાવ્યા મુજબ સગાઈ કર્યા બાદ અમો બંને જિંદગી સાથે જીવવાના તાંતણે બંધાયા હતા જેના કારણે અમો એકબીજાથી મોબાઈલમાં વાતો કરતા અને વધુ પ્રેમની માયામાં જોતરાયા બાદ કુદરતી અકસ્માત બને એમાં યુવતીનો વાંક શુ માટે હું એક પતિ ધર્મ નિભાવી અને જીવનભર તેની સાથે જીવવાનો નિર્ણય કરી લગ્ન કરી લીધા છે.અને લગ્ન કર્યા પછી પરિવારજનોને જાણ કરી હતી.પરિવારે અમોને અપનાવ્યા અને આશીર્વાદ પણ આપ્યા તેવુ જણાવ્યુ હતું.

રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર