મહેસાણા જિલ્લામાં કાલે વિધાનસભા ચૂંટણીને લઇ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે છેલ્લી ઘડીએ ખરસદા ગામના લોકોએ ચૂંટણી નો બહિષ્કાર કરતા ગામમાં પોલીસ અને અધિકારીઓ દોડતા થઈ ગયા હતા ને ગામ લોકોને અંજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મહેસાણા તાલુકામાં આવેલા ખરસદા ગામના લોકોના જણાવ્યા પ્રમાણે અમારું ગામ બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રમાં આવતું ગામ છે.ગામમાં અનેક વાર ચોરી થતી હોવાના કારણે અને પોલીસમાં રજૂઆત કરવા છતાં બેફામ ચોરીઓ અટકી શકી નથી જેના કારણે ગામ લોકો એ છેલ્લી ઘડીએ તંત્રનો દાવ કરી નાખ્યો હતી ને ચૂંટણીનો બહિષ્કાર કરી દીધો હતો.
ખરસદા ગામના લોકોના જણાવ્યા પ્રમાણે 8 એપ્રિલ 2022 થી 3 નવેમ્બર 2022 સુધી ખરસદા ગામમાં 10 થી 15 મકાનોના તાળા તોડી તસ્કરો 25 લાખથી વધુના મત્તાની ચોરી કરેલ છે.જેની જાણ તાલુકા પોલીસ ને અવારનવાર આપવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામ નહિ આવતા ગામ લોકો આખરે ચૂંટણી બહિષ્કાર પર આવી ગયા છે. ગામ લોકોએ કલેકટર ને લેખિતમાં જણાવ્યું કે, અમારા ગામમાં અમે ભયમાં જીવીએ છીએ.વારંવાર ગામમાં મજૂરી કરતા ખેડૂતો તેમજ નાગરિકો તેનો ભોગ બનવો પડે છે.તેમજ ગામમાં રહેતા વૃદ્ધ તેમજ એકલ દોકલ પરિવાર ને લૂંટ ફાટ નું જોખમ રહેલ છે.જેથી ગામ લોકોએ નિર્ણય કર્યો હતો કે 2022 વિધાનસભા ચૂંટણી નો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સમગ્ર મામલે અધિકારીઓ અને સ્થાનિક પોલીસના કાને પડતા તંત્ર ખરસદા ગામે ચૂંટણીના કામો પડતા મૂકી ગામ લોકોને સમજાવવા દોડ્યા હતા જ્યાં મહેસાણા તાલુકા પોલીસ તેમજ અન્ય અધિકારી હાલમાં ગામ લોકોને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે.