મહીસાગરના લુણાવાડામાં છેલ્લી ઘડીના પ્રચારના દિવસે પોસ્ટરો લાગ્યા છે. આ પોસ્ટરોમાં ભાજપનો ખુલ્લેઆમ વિરોધ કરાયો છે. જાતિના પ્રમાણ પત્રને લઈને આદિવાસી સમાજ આર-પારની લડાઈ લડી લેવાના મુડમાં છે અને ગામની સીમમાં ભાજપનો વિરોધ કરતા બેનર લાગ્યા છે.