ગૌશાળા સહાય મામલે ગુજરાત સરકારને હાઇકોર્ટેની નોટિસ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 અને 2023ના બજેટમાં ગુજરાતની તમામ ગૌશાળા પાંજરાપોળોમા આશ્રિત ગૌવંશ સહિતના પશુઓ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનમાં રૂપિયા 500 કરોડની જાહેરાત કરી હતી. યોજનાની જાહેરાત મુજબ 1 એપ્રિલથી તમામ ગૌશાળા પાંજરાપોળોને પ્રતિપશુ પ્રતિદિન 30 રૂપિયા મુજબ ચુકવવાની હતી જ્યારે જાહેરાત કર્યાના 6 માસ સુધી સહાય ન ચૂકવાતા ગૌભક્તોએ આંદોલન પણ કર્યા હતા ત્યારે માત્ર બનાસકાંઠામા 1 માસની સહાય ચુકવાઈ હતી. જ્યારે આજ ગુજરાતની તમામ ગૌશાળા પાંજરાપોળોને 7 માસની સહાય લેવાની બાકી ન ચૂકવાતા સંચાલકોએ હાઇકોર્ટમા પીટીસીયન કરી હતી. પરિણામે સહાય ન ચૂકવવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારને નોટિસ ફટકારી છે અને 23મીએ સુનાવણી રાખી છે.