આવાજ ન્યુઝ 24×7
આર.એચ.વેંઝિયા 03/12/22
નરેશભાઇ રાજપુત શું કહે છે
આપડા ગામ વાવમાં સરકારશ્રીની રૂરબન યોજના પ્રમાણે નલશે ઘર તક યોજના ચાલી રહી છે તેમાં મોટે પ્રમાણમાં ગેરરીતિ થઇ રહી છે જે કામ થઇ રહેલ છે તે કામ સરકારશ્રીની ગાઈડ લાઈન વિરુધામાં થઈ રહેલ હોઈ સરકારશ્રીના આદેશ પ્રમાણે કામ થાય તેવી સરકારશ્રી ને વિનંતી કરતા પત્રો સરકારી કચેરીઓ માં લગભગ ૧૫ થી ૨૦ જગ્યાએ લખ્યા છે અને તેના યોગ્ય કોઈ પ્રતિ ઉતર ન મળતાં મહામહિમ રાષ્ટ્રપતિશ્રી ને પણ લેખિત રજૂઆત કરેલ છે અને આ તમામ બાબતે જો દિન 30માં કોઈ યોગ્ય પ્રતિઉતર નો મળે તો નામદાર કોર્ટનો સહારો પણ લઈશું.
વાવ ગ્રામજનો શુ કહે છે
અમારા વાવમાં જે પીવાની પાઇપ લાઇન નાખવામાં આવી છે કશુ જ કામ ની નથી કેમ કે જે લાઇન નખાઇ છે એનુ કાઇ માપ જ નથી અને જેના લાગતા વળગતા સંબંધ વાળા છે એમને સ્પેશિયલ નાખવામાં આવી છે. જે પાઇપ લાઈનો નાખી છે તે કોઈ યોગ્ય માપ વગરની અને જે પાઇપો જમીનમાં નાખી છે તેની ઊંડાઈ પણ એક સમાન હોવાથી નીચાણ વાળા વિસ્તારમાં પાણી વધુ જાય છે અને ઉચાણ વાળા વિસ્તારમાં પાણી ચડતું નથી અને ઘરે જે નળ કનેકશન આપવામાં આવ્યા છે તેના રૂપિયા પંદરસો લીધા છે તેમજ પાણીના ટાંકામાં પણ જે તિરાડો પડી હતી તેનો ઢાંક પીછોડો કરવામાં આવેલ અને નળ કનેકશન નાખ્યા વિના અમારા આધાર કાર્ડ લઈ લીધેલ છે તેવું વાવ ગામની પ્રજા જણાવે છે