ડી. એ. ડિગ્રી. એન્જીનીયરિંગ કોલેજ ના ટ્રસ્ટી શ્રી અને ધરા ગૃહ ઉદ્યોગ ના પ્રણેતા એવા ડૉ. ધારણીબેન શુક્લા દ્વારા કોલેજના મીટીંગ હોલમાં વિધાનસભાની ચૂંટણી ને લઈને મતદાન જાગૃતિ માટે.. વધુમાં વધુ મતદાન થાય તેને લઈ ને કાર્યક્રમ યોજાયો...

   મહેમદાવાદ શહેરમાં આવેલ ડી. એ.ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મીટીંગ હોલમાં મહેમદાવાદ શહેરના નાગરિકો... ધરા ગ્રુહ ઉદ્યોગ ની મહિલાઓ તેમજ બ્રહ્મ સમાજના નાગરિકો પણ હાજર રહ્યા હતા.

  આ કાર્યક્રમમાં ધારણીબેન શુક્લા, હર્ષિદાબેન ભાવસાર, પારુલબેન શાહ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ મીટીંગ હોલમાં એકત્રિત થઈ હતી.

   આ કાર્યક્રમમાં હાલના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ જેવો 117 વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમજ કેબિનેટ મંત્રી અને ફરી રીપીટ એવા અર્જુનસિંહ ચૌહાણ પણ મુખ્ય અતિથિ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

   આ વિશેષ કાર્યક્રમમાં ડૉ. ધારણીબેન શુક્લા દ્વારા પોતાની સરળ ભાષામાં મહિલાઓના સ્વાસ્થ્ય, વિકાસ, રોજગારી, સમાજમાં સારું સ્થાન મેળવવાની જેવા અનેક મુદ્દાઓ પર પ્રાસંગિક વક્તવ્ય આપ્યુ હતુ અને મહિલા, પુરુષ, યુવા સાથે વડીલવર્ગ સૌ કોઈ મતદાતાઓએ મતદાન જરૂરથી કરવું જોઈએ જેથી કરીને વધુમાં વધુ મતદાન થઈ શકે અને કમળ કાદવમાં જ ખીલે છે...!!! પણ છતાં તેની સુંદરતા અને સુવાસને લઈને તેને પ્રથમ ભગવાનના ચરણોમાં સ્થાન મળે છે અને ચાહે શુભ હોય કે અશુભ..!!! સ્વાગત હોય કે સન્માન..!!! પણ દરેક જગ્યાએ કમળની સુંદરતાને સુવાસ ને લઈને જરૂર પડે છે ત્યારે આપણે વધુમાં વધુ કમળ ખીલે... તેવી કોશિશ કરવી જોઈએ.. પારુલ બેન શાહ દ્વારા પણ સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

   મહેમદાવાદના વેપારી મંડળ ના નિમેષભાઈ, શિક્ષક ગણ સાથે કર્મચારીગણ, બ્રહ્મ સમાજના હેતલભાઇ, જીતુ દણાંક, બિરેન મહેતા, સાથે અનેક યુવા વર્ગ જોડાયો હતો ત્યારે વિજયભાઈ, દિનેશભાઈ જેવા અનેક વડીલ વર્ગ પણ જોડાયા હતા.

  આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી બદલ મહેમદાવાદ શહેરની તેમજ સાથે સાથે તાલુકાના ગામડાઓની મહિલાઓ ને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

   અંતમાં 05/12/2022 ના રોજ વધુમાં વધુ મતદાન કરી અને કરાવે અને તેના માટે જે કંઈ પણ આયોજન તેમજ વ્યવસ્થા કરવાની હોય અને તેમાં વધુને વધુ આપણે સૌ કોઈ મદદરૂપ થઈ શકીએ તેવી રજૂઆત અને માર્ગદર્શન સાથે કોલેજના ડૉ. ધારણીબેન શુક્લા દ્વારા કોલેજના સંકુલમાં જ હળવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી તે લઈ સૌ કોઈ છૂટા પડ્યા હતા.