આ લોકો પોતાને તિરંગા કરતા પણ આગળ સમજે છે પોતે આગળ અને તિરંગો પાછળ રાખીને ચાલ્યા જાય છે, ભક્તો આ લોકો ની જેમ જ તમારી બુદ્ધિ પણ એવી જ થઈ ગઈ છે...

દુઃખદ ઘટના...

બીજાને ધ્વજ કેમ ફરકાવવો એની સલાહ આપતી સરકાર ક્યારે

રાષ્ટ્રધ્વજનું સન્માન શીખશે?

બીજાને ધ્વજ કેમ ફરકાવવો એની સલાહ આપતી સરકાર ક્યારે

રાષ્ટ્રધ્વજનું સન્માન શીખશે?

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશભરમાં ત્રિરંગાનું

મહિમાગાન થઈ રહ્યું છે અને થવું પણ જોઈએ. કેન્દ્ર સરકારે તો

આ મહોત્સવ નિમિત્તે ખાસ હર ઘર ત્રિરંગા અભિયાન શરૃ કર્યું છે.

એ અંતર્ગત સુરતમાં આજે ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. ગુજરાત

સરકારનું મંત્રી મંડળ આ યાત્રામાં જોડાયું હતું. કમનસિબે ગુજરાત

સરકારના મંત્રીઓને ત્રિરંગાનો ભાર લાગતો હોય એવી સ્થિતિ

જોવા મળી હતી. કેમ કે ત્રિરંગો લઈને આગલી હરોળમાં ચાલતા

ચાર મંત્રીઓ પૈકી પુર્ણેશ મોદીને બાદ કરતાં ત્રણેય સિનિયર

મંત્રીઓ અનુક્રમે કનુ દેસાઈ, ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ

ત્રિરંગો ફરકાવવાને બદલે ખભે ટેકવી દીધો હતો. ત્રિરંગો જેના પર

છે એ લાકડીઓ ખભે ટેકવેલી સ્પષ્ટ જોઈ શકાય છે. વળી આ

તસવીર સરકારે પોતે જ રજૂ કરી છે.

ત્રિરંગો એ કોઈ સામાન્ય ધ્વજ નથી. તેને ફરકાવવા માટેના ખાસ

નીતિ-નિયમો છે. સામાન્ય નાગરિકો કદાચ એ નિયમો ન જાણતા

હોય. માટે કેન્દ્ર સરકાર ઘણા દિવસોથી નિયમો અંગે પ્રચાર-પ્રસાર

કરે છે. જોકે થોડી નિયમોની જાણકારી ગુજરાતના મંત્રીઓને પણ

મળે તો એમનેય ખબર પડે કે ત્રિરંગાનો ધ્વજદંડ ખભે ટેકવીને

ચાલવાનું ન હોય, એ તો ગર્વભેર ઊંચો રાખવાનો હોય. એમાં પણ

નાણા મંત્રી કનુ દેસાઈએ તો ધ્વજનો દંડ સાવ ખભાના ભરોસે મુકી

દીધો છે.

પ્રતિનિધિ :-: રવિ બી. મેઘવાલ sms news by @social_media_sandesh