વિરપુરમાં ઈકો કાર સ્ટેરીંગ પાવર ખોટકાતા પલ્ટી મારી.. સદનસીબે જાનહાની ટળી વિરપુર તાલુકાનું મુખ્ય પોલીસ સ્ટેશનના પાછળ વિસ્તારમાં અચાનક ઈકો કાર પલ્ટી મારી હતી જોકે સદ્દનસીબે આ બનાવમાં કારમાં સવાર લોકોને કોઈ ગંભીર ઇજા પોહચી ન હતી પ્રાપ્ત વિગત અનુસાર વિરપુર પોલીસ સ્ટેશનના પાછળના વિસ્તારમાં ઈકો કાર ચાલક અચાનક પાવર સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા જાહેર રસ્તા પરથી કાર ઉતરી પડી હતી અને કાર પલ્ટી ખાઈ ગઈ હતી જોકે કારની અંદર બેઠેલા લોકોનો ઈજાઓ પહોંચી ન હતી થોડાક‌ કલાકો બાદ કારને અકસ્માત વિસ્તારથી દુર કરવામાં આવી હતી...