દિવડાકોલોની ખાતે આજરોજ યોજાયેલ સભામા સંતરામપુર વિધાનસભા ના ઝંઝાવતી પ્રચાર કર્યોજણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ આદિવાસીઓ માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી સ્વાસ્થય, સિંચાઈ,અર્બન ડેવલોપમેન્ટ કલ્યાણ યોજના 1 લાખ કરોડ રૂપિયાનુ બજેટ મંજુર કયુ.કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેઓના સમયમાં આદિવાસીઓ માટે 900 કરોડનું બજેટ હતું.આદિવાસીઓના બાળકો માટે સ્કોલરશીપમાં વધારો કર્યો દેશમાં 13 કરોડ મહિલાઓને ગેસ સિલિન્ડર આપ્યા 10 કરોડ ગરીબોને શૌચાલય પૂરા પાડ્યા 60 કરોડ ગરીબોને પાચ લાખ રૂપિયાની તબીબી સારવાર માટે આયુષ્યમાન કાર્ડ ભાજપે આપયા,130 કરોડ જનતાને 230 કરોડ કોરોના ડોઝ આપ્યા રાહુલ બાબાએ કોરોના રસી ન મુકવા જણાવ્યું અને છેવટે તેમણે પણ રસી મુકાવી દરેક ગામમાં 24 કલાક વીજળી, પાણી,શિક્ષણ,આરોગ્ય માટે તાલુકા દીઠ પબ્લિક હેલ્થ સેન્ટર શરૂ કયૉ.ગામડાઓને ડામર રોડ થી જોડ્યા સંતરામપુર વિસ્તારમાં નવિન સાયન્સ કોલેજની મંજૂરી આપી દરેક તાલુકા સેન્ટરમાં ડાયલિસિસ સેન્ટર આપ્યા.મહીસાગર જિલ્લામાં ચાર લાખ ઉપરાત ખેડૂતોને પી.એમ.કિસાન નીધી યોજના હેઠળ આવરી લીધા.તેમજ 1,53,000 કરોડ લોકોને શૌચાલયનો લાભ આપયો.સંતરામપુર તાલુકામાં સુજલામ સુફલામ યોજના અતગૅત પાણી પહોંચાડવાનુ કામ ભાજપની સરકારે કયુ.
અમીત શાહે કોંગ્રેસેને આડે હાથે લેતા જણાવ્યુ કે,કોગ્રેસે જનતાને લઢાવવા સિવાય કોઈ કામ કર્યું નથી.આદિવાસીઓને દરેક બાબતે અન્યાય કયૉ.વધુમા જણાવ્યુ કે કોંગ્રેસે રામ મંદિરનો વિરોધ કર્યો અને ભાજપને તારીખ નહી બતાઐગેનુ કહેતા હતા જયારે આપણા નરેન્દ્ર મોદીએ શિલાનાસ કરી ભવ્ય રામમંદિરના નિમૉણનુ કામ શરૂ કરાવ્યુ.રામ મંદિર તૈયાર થવાની તારીખ ક્યારે બતાવશો એમ કોંગ્રેસ કહેતી હતી તેના જવાબમા અમિત શાહે આગામી 01.01.2024 ના રોજ રામ મંદિર તૈયાર થઈ જશે તેવું જણાવતા સભામા જયશ્રી રામ ના નારા અને તાળીયોના ગડગડાટથી તેમના વકતવ્યને વધાવી લીધુ હતું. અંબાજી મંદિર,સોમનાથ મંદિર સોનેથી મઢવાનુ કામ
તેમજ પાવાગઢ મંદિરનો વિકાસ કરી મંદિર ઉપરથી મજાર .દેશના મંદિરોના પુનૅરોધ્યારનુ કામ ભાજપની સરકારે કર્યું.
આજરોજ યોજાયેલ સભામાં ભાજપના ઉમેદવાર ડૉ.કુબેરભાઈ ડીડોર,તાલુકા-જીલ્લાના હોદેદારો,કાયૅકરો તેમજ મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહયા હતા.