મહેસાણા પંથકની એક 15 વર્ષની સગીરાને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે પાટણ પંથકનો યુવક ભગાડી ગયો હતો. બાદમાં સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતું. આ કેસમાં આજે મહેસાણા પોક્સો કોર્ટ આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની કેદની સજા ફટકારી છે.
મહેસાણા પંથકની 15 વર્ષની સગીરાને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સાપરા ગામનો યુવક લગ્ન કરવાની લાલચ આપી પોતાની સાથે અપહરણ કરી ભગાડી ગયો હતો અને પાટણ જિલ્લાની સીમોમાં લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે સગીરાના પરિવારજનોએ આરોપી વિરુદ્ધ મહેસાણા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ આજે મહેસાણા પોક્સો કોર્ટમાં આવતા સરકારી વકીલ સી.બી ચૌધરીએ કોર્ટ સમક્ષ પોતાની દલીલો કરી હતી અને આ કેસમાં વકીલે 19 પુરાવા રજૂ કર્યા હતા તેમજ 19 સાહેદ તપસ્યા હતા. જે કેસ મહેસાણા પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી ભગાજી શંકરજી ઠાકોરને દોષિત ઠેરવી કોર્ટ 20 વર્ષની સજા અને રૂપિયા 8 હજાર દંડ ફટકાર્યો હતો.