રાજ્યમાં બનેલા લઠ્ઠાકાંડને લઈ વલસાડ જિલ્લા પોલીસ દ્રારા બુટલેગરો પર લાલઆંખ કરી છે વલસાડ જિલ્લા પોલીસ દ્રારા એક અઠવાડિયામાં 242 જેટલી જગ્યાએ રેડ કરી જિલ્લામાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવાયા છે સાથે જિલ્લામાં પોલીસ દ્વારા 242 જેટલી જગ્યાઓ પર રેડ કરી 178 જેટલા સંચાલકનક ધરપકડ કરી છે તો 74 જેટલા લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 29 જેટલી દારૂની લાઈવ ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી હતી જિલ્લા પોલીસ દ્વારા સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે