મહેમદાવાદ ની ઋતુરાજ સોસાયટી માં રહેતા મહેન્દ્ર સિંહ સોલંકી પોતાની કાર લઈ નેનપુર ચોકડી પાસે આવેલી રાધે હોસ્પિટલ ખાતે દવા લેવા ગયા હતા દવા લઈ તેઓ પોતાની કાર માં બેઠા ત્યારે સામે થી એક એકટીવા પર આવેલા એક વ્યક્તિ દ્વારા ઈશારો કરવામાં આવ્યો કે તમારા કાર ની ટાયર માં પંચર છે
તેઓ કાર ની બહાર નીકળી ટાયર ચેક કરવા ગયા એટલાજ સમય માં કાર ની પાછળ ની સીટ પર મૂકેલું ગાયબ થઈ ગયું જેમાં મહેન્દ્ર ભાઈ ના જરૂરી દસ્તાવેજ અને 80 હજાર રૂપિયા રોકડ હતા ત્યાર બાદ તેઓ ને ખબર પડતાં મેહમદાવાદ પોલીસ સ્ટેશન મા ફરિયાદ કરવામાં આવી છે ..પોલીસ દ્વારા સી સી ટીવી કેમેરા ચેક કરતા એક ઈસમ દ્વારા ગ્રે કલર ની એકટીવા પર આવેલા ઈસમ દ્વારા આ કાંડ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું .પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ..રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ