અર્બન મેટ્રો, રાજકોટ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

            રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર શ્રી અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા. ૨૯-૦૯-૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૮ કમર્ચારીઓ નિવૃત થતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.

            આ પ્રસંગે ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રીએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. જે-તે શાખાના કર્મચારીના વડા પાસે અથવા મને ખુદ રૂબરૂ આવીને આપના પ્રશ્નો જણાવી શકો છો.

 -:  નવેમ્બર-૨૦૨૨નાં છેલ્લા દિવસે નિવૃત્ત થનાર સ્ટાફ  :-

(૧) સામાન્ય વહીવટ વિભાગના આસી. મ્યુનિસિપલ કમિશનરશ્રી હરેશ કરશનભાઈ કગથરા

(૨) સુરક્ષા શાખાના જુનીયર ક્લાર્ક પ્રકાશભાઈ પ્રેમજીભાઈ ભટ્ટ

(૩) ગાર્ડન શાખાના ગાર્ડનર શ્રી ખેંગાર જગમલભાઈ સાંભડ

(૪) સ્પેશિયલ કન્ઝર્વન્સી શાખાના લેબર શ્રી ડાહ્યાભાઈ કાનજીભાઈ સાગઠિયા

(૫) ટાઉન પ્લાનીંગ શાખાના વોચમેન શ્રી હસમુખભાઈ કરશનદાસ અડઠાકર

(૬) અર્બન મેલેરિયા શાખાના ફીલ્ડ વર્કર શ્રી રમેશભાઈ કાનજીભાઈ સરેસા

(૭) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર શ્રી સવિતાબેન કલાભાઈ ખખ્ખર

(૮) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર શ્રી મધુબેન રવજીભાઈ સોલંકી

વિગેરે નિવૃત થાય છે.

            તા. ૨૯-૧૧-૨૦૨૨ના રોજ યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રી આશિષ કુમાર, ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણી, ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રી એ. આર. સિંહના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી અને સ્વસ્થ નિવૃત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી. નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રી સહીતનાં અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.