ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગુ પડી હતી. આવી ફરિયાદ માટે ચૂંટણી પંચ દ્વાર સી વિઝીલ પર ફરિયાદ લેવામાં આવી હતી.

બેનરો લગાવવા કે, મોડી રાત સુધી સભા કરવા સહિતની ફરિયાદો આવી હતી. હાલ સુધીમાં કુલ 2062 ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ આવી હતી. જેમાં સૌથી વધુ ૫૫૬ ફરિયાદ કતારગામ વિધાનસભા વિસ્તારમાંથી આવી હતી. જ્યારે વરાછા વિધાનસભા વિસ્તારમાંથી 296, ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાંથી 282, અને કામરેજ વિધાનસભા વિસ્તારમાંથી 272 ફરિયાદો મળી હતી. કતારગામ વિસ્તારમાંથી પથ્થરમારો, મારામારી અને બેનરો ફાડવા, ખોટી રીતે સુત્રોચાર કરવા જેવી ફરિયાદો આવી હતી. જ્યારે અન્ય વિધાનસભા વિસ્તારમાં મોડે સુધી પ્રચાર કરવો, ડીજે વગાડવા તથા બેનરો લગાવવા જેવી ફરિયાદ આવી છે.