મતદારયાદી સતત સુધારણાને અંતે આગામી વિધાનસભા ચૂંટણીમાં સુરતની 16 વિધાનસભા બેઠક પર 47. 45 લાખ મતદારો નોંધાયો છે. જેમાં 25. 5૦ લાખ પુરુષ, 21. 94 લાખ મહિલા અને 16૦ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. આગામી પહેલી ડિસેમ્બરના રોજ સુરત શહેર અને જિલ્લાની 1795 બિલ્ડીંગના 46૩7 મતદાન મથક પરથી મતદાન કરી શકાશે. મતદાન મથકો ઉપર મતદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મતદારો સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરી શકશે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર આયુપ ઓકે જણાવ્યું હતું કે, ચૂંટણીકાર્ડ હોય તો જ મતદાન કરી શકાય તેવી માન્યતા ખોટી છે. મતદારો આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાનકાર્ડ સહિતના 12 જેટલા માન્ય ઓળખ કાર્ડની મદદથી પણ મતદાન કરી શકે છે.