સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને લુટની ઘટનાઓમાં વધારો થયો છે. ક્રાઇમ બ્રાન્ચ આવા ગુનામાં સંડોવાયેલ ગુનેગારોને શોધવા માટે સતર્ક બની છે, ત્યારે આજે અડાજણ-રાંદેર વિસ્તારમાં એકલી જતી મહિલાઓને ટાર્ગેટ બનાવી તેઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા બે આરોપીઓનો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.