ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ આજે પ્રચાર માટે ડભોઈ આવ્યા હતા. જ્યાં યોગી આદિત્યનાથે સભા સંબોધતા જણાવ્યું હતું કે, કોઈ વિચારી શકતુ હતું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થશે? 500 વર્ષથી સંઘર્ષ ચાલતો હતો. પણ આજે રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. 1 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિર બની જશે, ત્યારે દરેક ભારતીયને ગૌરવ થશે. ભાઈઓ બહેનો આ આસ્થાનું સન્માન છે.

કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી આ બંને સુરક્ષા માટે ખતરો છે. યુપીમાં કોંગ્રેસના 2 જ ધારાસભ્યો છે. આમ આદમી પાર્ટીના જીરો છે. રામ નામ સત્ય હૈ માટે પણ 4 જોઈએ છે. બધા સર્વે કહે છે કે, ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. આ વિજય પણ ઐતિહાસિક હશે. સંકટ સમયે તમારી સાથે ઉભો હોય તે સાચો હિતૈશી છે. કોરોના સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગાયબ હતી. પ્રધાનમંત્રી લોકોની સેવામાં હાજર હતા. ભાજપ એક માત્ર એકમાત્ર પાર્ટી હતી, જે કહેતી હતી કે, સેવા જ સંગઠન છે.

આજે દેશમાંથી આતંકવાદ પણ સમાપ્ત થઈ ગયો

દેશમાં મોટાપાયે ધર્માતરણ થતું હતું, ત્યારે ગુજરાતની ધરતીએ સ્વામી દયાનંદ આપ્યા હતા. મહાત્મા ગાંધી પર આ ધરાએ આપ્યા હતા. જેમણે દેશને આઝાદ કરાવવામાં મોટુ યોગદાન આપ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ ધરતીના હતા. નરેન્દ્રભાઈ મોદી પણ આ જ ગુજરાતની ધરાએ દેશને આપ્યા છે. જે બ્રિટને વર્ષો સુધી ભારત પર શાસન કર્યું હતું. જેને પછાડીને ભારત દુનિયાની 5મી આર્થિક વ્યવસ્થા બની ગયું છે. આજે દેશમાંથી આતંકવાદ પણ સમાપ્ત થઈ ગયો છે.