અવસર લોકશાહીનો : વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ- ૨૦૨૨

નર્મદા જિલ્લાના તમામ મતદારોને મહત્તમ મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને વધુ મજબૂત બનાવવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની ખાસ અપીલ

લોકશાહીના મહાપર્વના અવસરમાં અચૂક સહભાગી બની ભૂતકાળની મતદાનની ટકાવારી કરતાં પણ વધુ ઉંચી ટકાવારી નોંધાવીને મતદાન જાગૃતિની વિશેષ પ્રતીતિ કરાવવા જિલ્લાવાસીઓને શ્રીમતી તેવતિયાનો ખાસ અનુરોધ

રાજપીપલા,મંગળવાર :- ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે પ્રથમ તબક્કામાં તા.૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ નર્મદા જિલ્લામાં યોજાનારી ચૂંટણીમાં જિલ્લાના તમામ મતદારોને સમગ્ર રાજ્યમાં મહત્તમ મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને વધુ મજબૂત બનાવવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ જિલ્લાના મતદારોને ખાસ અપીલ કરી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાએ જિલ્લાના મતદાતાઓને તેમના મતાધિકારનો અચૂક ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વના આ અવસરમાં અચૂક સહભાગી બનીને ભૂતકાળમાં નર્મદા જિલ્લાએ વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૨ માં જિલ્લામાં મતદાનની નોંધાયેલી સરેરાશ કુલ-૮૨.૮૧ ટકાવારી, વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૭ માં જિલ્લામાં મતદાનની નોંધાયેલી સરેરાશ કુલ-૮૦.૬૭ ની ટકાવારી તેમજ લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯ માં જિલ્લામાં મતદાનની નોંધાયેલી સરેરાશ કુલ-૮૦.૨૮ ની ટકાવારી કરતા પણ ચાલુ વર્ષની ચૂંટણીના આ મતદાનમાં વધુ ઉંચી ટકાવારી સાથે નવો વિક્રમ સ્થાપી મતદાર જાગૃતિની વિેશેષ પ્રતીતિ કરાવવા ખાસ અનુરોધ કર્યો છે. ૦૦૦૦