આગામી વિધાન સભા ચુંટણી ૨૦૨૨માં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૮૧- ખંભાલીયા અને ૮૨- દ્વારકા વિધાનસભા ચુંટણી માટે મતદાન તારીખ ૦૧-૧૨-૨૨ ના રોજ યોજાનાર છે. આ દિવસે જીલ્લમાં કોઈપણ શ્રમિક તેના મતાધિકારથી વંચિત રહેવા ન પામે તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવેલ છે. તેથી કોઈપણ શ્રમિક પોતાના મતાધિકારથી વંચિત રહેવા સબંધિત ફરિયાદ બાબતે જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક તા.૧-૧૨-૨૨ ના રોજ સવારે ૮ થી સાંજના ૭ સુધી કરી શકશે. કંટ્રોલ રૂમ સંપર્ક નંબર ૭૯૯૦૫૭૧૦૮૨ છે. આ જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ જિલ્લા રોજગાર કચેરી, એ-૨/૧૫/૧૭/૧૯, બીજો માળ, જિલ્લા સેવા સદન, જામ ખંભાલીયા ખાતે શરુ કરવામાં આવેલ છે. તેમ જિલ્લા માઈગ્રેટરી ઈલેક્ટર્સ નોડલ ઓફિસરશ્રી અને રોજગાર અધિકારી (ઇ.ચા.) દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं