પાવીજેતપુર નજીક પાવીના પુલ ઉપર મોડી સાંજે ટ્રેનની ટક્કર વાગતા બે મહિલાના કરુણ મોત થવા પામ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર થી વડોદરા તરફ સાંજના ૬.૪૦ જેટલા સમયે ટ્રેન જઈ રહી હતી ત્યારે પાવી વિસ્તારની બે મહિલાઓ બજારનું કામ પતાવીને ઘરે પાછા જઈ રહી હતી ત્યારે પાવીના પુલ ઉપર સામેથી એકાએક ટ્રેન આવી જતા જેની બંને મહિલાઓને ખબર જ ન પડતા તેમજ દૂરથી ટ્રેને હોર્ન માર્યો હોય, પરંતુ પુલની વચ્ચોવચ આવી જઈ મહિલાઓ ગભરાઈ જતા ટ્રેનની ભયંકર ટક્કર વાગતા મહિલા ઉછળી પુલની નીચે પડી હતી જેની જાણ થતાં જ ૧૦૮ બોલાવી તાત્કાલિક પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કર્યા હતા. થોડીવાર પછી ખબર પડી હતી કે એ મહિલાની નવાસી તેઓની સાથે જ હતી જેની અંધારામાં અડધો કલાક ઉપર તપાસ કરતા રેલવેના પુલના નીચેના ભાગે એ મહિલાની લાશ મળી હતી આ ઘટનાની જાણ વાયુ વગે બજારમાં થતા લોક ટોળા સ્થળ ઉપર દોડી આવ્યા હતા તેમજ પાવીજેતપુર પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવી હતી.
આમ, પાવીના પુલ ઉપર ટ્રેનની અડફેટ માં બે મહિલાઓ આવી જતા કરૂણ મોત થયા હતાં.
રેલવે અકસ્માતમાં મૃતક ના નામ
સવિતાબેન વિઠ્ઠલભાઈ રાઠવા ( ઉ. વ. ૫૫ )
તેજલબેન મુકેશભાઈ રાઠવા ( ઉ. વ. ૧૬ )