કડી તાલુકાના જાસલપુર ગામે ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જાસલપુર ગામ ડોલરીયા ગામ તરીકે ગણાતા ગામે કરોડોના ખર્ચે ઉગ્રેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે. ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી મહોત્સવની તડામાર તૈયારીઓ કરી રહ્યાં હતા. શનિવારના દિવસે મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ દિવસ અલગ અલગ કાર્યક્રમો ગામની અંદર રાખવામાં આવ્યા હતા.

ઉત્તર ગુજરાતના કડી તાલુકાના ડોલરીયા ગામ તરીકે પ્રખ્યાત જાસલપુર ગામે દેવાધિદેવ ઉગ્રેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શનિવારે સંતો મહંતોના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. સોમવારે દેવાધી દેવ મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને સોમવારના દિવસે હેલિકોપ્ટર દ્વારા 1000 કિલો ફૂલોની પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ મહોત્સવમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશ વિદેશથી લોકો પોતાના ગામે આવી પહોંચ્યા હતા. આ મહોત્સવમાં સોમવારે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. તેમજ  કડીના ધારાસભ્ય સહીતના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.