ખત્રી વિદ્યાલયમાં ચૂંટણી પર્વ નિમિત્તે તાલીમ સાથે પોસ્ટલ મતદાન સાથે ઉજવણી 

               આજ રોજ ખત્રી વિદ્યાલય ઉચ્ચત્તર માધ્યમિક શાળા બોડેલી ખાતે વિધાનસભા ચૂંટણી અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું.જેમાં બોડેલી પ્રાંત અધિકારી મૈત્રિદેવી સિસોદિયા,

બોડેલી મામલતદાર શ્રી ચિંતનભાઈ ચૌધરી,નિવાસી અધિકારી કલેકટર,તાલુકા વિકાસ અધિકારી સંખેડા રાવલ ભૂમિકાબેનની હાજરીમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસર,આસિસ્ટન્ટ પ્રીસાઇડિંગ ઓફિસર,તેમજ પોલિંગ ઓફિસરોને ચૂંટણી ફરજ દરમિયાન કઈ બાબતોને ધ્યાન પર રાખવાથી કામગીરી સફળ અને સરળ બને છે આ ઉપરાંત આ કામગીરીની પારદર્શકતા ને ધ્યાન પર રાખી આ પર્વને ન્યાયિક પણે કઈ રીતે ઉજવી શકાય તેની સંપૂર્ણ માહિતી ઉપરોક્ત અધિકારીઓ દ્વારા સુમેળભર્યા વાતાવરણમાં આપવામાં આવી જેના કારણે ફરજ પરના કુલ ૧૭૭૮ તાલીમાર્થીઓમાં ખુમારી સાથે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપરાંત ચૂંટણી કામગીરીમાં રોકાયેલા તમામ કર્મચારીઓમાંથી ૧૩૭ છોટા ઉદેપુર,૧૩૮ જેતપુર,૧૩૯ સંખેડા 

 દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી પોતાના અધિકારનો લાભ લીધો હતો