બનાસકાંઠા ના ધાનેરા વિધાનસભા બેઠક પરના 100 વર્ષથી ઉપરના વરિષ્ઠ મહીલા મતદારે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

ધાનેરા મતદાર વિભાગના (BLO) દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરાવી મતદાન જાગૃતિ કેળવી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે દરેક પાર્ટીના ઉમેદવારો.રાજકીય આગેવાનો.તેમજ પાર્ટીઓના કાર્યકરો રાત દિવસ પોતાના ઉમેદવારને જીતાડવા માટે પ્રચાર કરી રહ્યા છે.ઉમેદવારો પણ સમગ્ર વિધાનસભા ક્ષેત્રમાં ગામડે ગામડે ફરીને મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભારતનું ચુંટણીપંચ પણ આગામી ૫ ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં રાજયના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેની દરકાર રાખી રહ્યું છે.ચૂંટણીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ સાથે સાથે ૮૦ વર્ષ ઉપરના મતદારો,જેમને મતદાન મથકના સ્થળે જવામાં મુશ્કેલી હોય પણ તેઓ તેમના મતદાનના અધિકારથી વંચિત ન રહે અને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરી શકે તે હેતુથી તેમના માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા માટેના ભાગરૂપે આજે ધાનેરાના વોર્ડ નંબર 2 ધાખા દરવાજા મહાદેવ મંદિરની બાજુમાં રહેતા બુઝુર્ગ મહિલા ગૌસ્વામી નવુબેન વિરનાથ કે જેઓની ઉંમરસો વરસ કરતાં પણ વધુ છે તેઓ મતદાનથી વંચિત રહીના જાય તે માટે ધાનેરા મતદાર વિભાગના (BLO) દ્વારા તેમનું મતદાર પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવ્યું હતું.