મીઠાપુર : ટાટા કેમ. ડી.એ.વી. પબ્લીક સ્કુલનાં પ્રાંગણમાં નાના ભુલકાઓએ ૮ માં વાર્ષિક રમતોત્સવમાં ભાગ લીધો હતો. ટાટા કેમીકલ્સના સી.એમ.ઓ. શ્રી કામથે શુભારંભ કરાવ્યો હતો. અન્ય આમંત્રીતો, વાલીઓ વગેરેની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જુનીયર વીંગના બાળકો માટે ઓબ્સ્ટકલ રેઇસ, પીરામીડ બનાવવું, બોલ રેઇસ, પેટોટે રેઇસ, કલર્સ ઓફ ઇન્ડીયા, ચક દે ઇન્ડીયા, ૭૫ મી. દોડ જેવી રમતોનં આયોજન કરાયું હતું. આચાર્ય આર.કે.શર્માની આગેવાની હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રમતોનું આયોજન કરાયું હતું. ચીફ ગેસ્ટ તથા અન્ય આમંત્રીત અતિથિઓના હસ્તે પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર રમતવીરોને ઇનામ અપાયા હતા.