ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ

અર્બન મેટ્રો, ગીર સોમનાથ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ સુચારૂ આયોજન ગોઠવ્યું છે. જે અંતર્ગત ૯૦-સોમનાથ,૯૧-તાલાળા,૯૨-કોડીનાર, ૯૩-ઉના વિધાનસભા બેઠક માટે પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કર્યુ હતું.

વેરાવળ ખાતેની મણિબહેન કોટક હાઈસ્કૂલ ખાતે પોલીસ સ્ટાફ માટે ખાસ બેલેટ પેપરથી મતદાન કરવા માટે ફેસીલીટી સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ વિભાગ પોલીસ, હોમગાર્ડ્સ તેમજ ગ્રામ રક્ષક દળના જવાનો સહિતના કર્મચારીઓ તેમજ અધિકારીઓએ પોસ્ટલ બેલેટ મારફતે ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું.  

ઉપરાંત મણિબહેન કોટક ખાતે જ ૯૧-તાલાળા, ૯૨-કોડીનાર, ૯૩-ઉના વિધાનસભા બેઠક માટે પણ પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટના માધ્યમથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ હતું. તમામ ફેસિલિટી સેન્ટર્સમાં પોસ્ટલ બેલેટથી કઈ રીતે મતદાન કરવું તે અંગેની વૈધાનિક બાબતોની સમજૂતી પણ આપવામાં આવી હતી.