ડીસા (મેરૂજી પ્રજાપતિ)ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ને લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પાલનપુર ખાતે જાહેરસભા સંબોધી બ.કાં. માં કમળ ખીલવવા અનુરોધ કરેલ. ત્યારે ચર્ચિઈ રહ્યું છે.કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વડપણ બ.કાં. માં ભાજપ ૨૦૦૭ નું પુનરાવર્તન કરી શકશે? બ.કાં. એ રાજકારણ ની લેબોરેટરી છે.આ લેબોરેટરી ઉપર પ્રથમ ટેસ્ટ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો. સંગઠનાત્મક વયુહ રચના જ્ઞાતિવાદી સમીકરણ જાળવવા ના ભાગ રૂપે ડીસા થી ઠાકોર લીલાધરભાઈ વાઘેલા. પાલનપુર થી પ્રજાપતિ ગોવિદ ભાઈ દિયોદર થી માળી અનિલભાઈ થરાદથી ચૌધરી પરબતભાઈ પટેલ ધાનેરા થી બ્રહ્મણ મફતલાલ ભાઈ પુરોહિત, કાંકરેજ થી રબારી બાબુલાલ દેસાઈ અને એસ.સી.એસ.ટી ની બે બેઠકો સહિત તમામ કોમ ને પ્રતિનિધિત્વ આપી તમામ બેઠકો કબજે કરી હતી.જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ ગત ટર્મ ની ચૂંટણી માં પણ બનાસકાંઠા માં સભા કરેલ છતાં ભાજપ બે બેઠકો મેળવી સમેટાઈ ગયેલ. ગુજરાત સંસદ ની ચૂંટણી માં પ્રજા સંપૂર્ણ બહુમતી થી નરેન્દ્ર મોદી ને વિજયી બનાવે છે. અને એતો રાજસ્થાન માં કોંગ્રેસ ની સરકાર હોવા છતાં પણ સંસદ માં સંપૂર્ણ બહુમતી મેળવે છે. પણ બ.કાં. માં આ વખતે ભાજપ સંગઠન અને જ્ઞાતિ વાદી સમીકરણ જાળવવા માં નિષ્ફળ રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી ના માર્ગદર્શન હેઠળ ચૂંટણી યોજાય છે. તેવું કહેવાય છે. પણ નમો નું નામ અને એક વ્યક્તિ નું કામ હોવાનું ઠેર ઠેર કહેવાઈ રહ્યું છે.ભાજપ ના ઠાકોર અને રબારી સમાજના જીતે તેવા આગેવાનો ટિકિટ ન આપી ધક્કો મારી ભાજપ થી દુર હડસેલવા ના પ્રયાસો થી ઠાકોર સમાજે ભાજપ સામે બાયો ચડાવી છે.ડીસા થી પોતાના ઉમેદવાર લેબજીભાઈ ઠાકોરને અપક્ષ ઉમેદવાર બનાવી ચૂંટણી લડવા ફંડ ફાળા સાથે ભાજપ સામે ઠાકોર સમાજ ચૂંટણી લડી રહેલછે. જ્યારે ધાનેરા બેઠક ઉપર બન્ને પાર્ટી ઓ એક જ સમાજ ના ઉમેદવાર ઉતારતી હોય ઇતર સમજે માવજી ભાઈ ઉપર કળશ ઢોળી પોતાના ઉમેદવાર બનાવેલ છે. અને ધાનેરામાં ઇતર સમાજ ધાર્યું પરિણામ લાવવા સક્ષમછે. ભૂતકાળ માં મફતભાઈ પુરોહિત અને ગોવાભાઈ દેસાઈ ને પ્રજા જીતાડી ચુકી છે. ત્યારે ઇતર સમાજ નો જોમ અને જુસો માવજીભાઈ ને સંપૂર્ણ બહુમતી થી વિજયી બનાવશે. ૨૦૧૭ માં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ પાલનપુર માં જાહેરસભા કરેલ છતાં ભાજપ ના લાલજી પ્રજાપતિ ની હાર થયેલ. વર્તમાન સમય માં પણ ભાજપ માં જીતે તેવા સક્ષમ બ્રહ્મણ આગેવાનો હોવા છતાં અનિકેત ભાઈ ઠાકર જેવા નવા ઉમેદવાર મુકાતા બ્રહ્મ સમાજ ને પ્રતિનિધિત્વ ન મળે તે માટે ના પ્રયાસો કરાયા હોવાની ચર્ચા ચાલી રહી છે. બ્રહ્મ સમાજ ના આગેવાનો ના મૌન છે. બ્રહ્મ સમાજ ના બુદ્ધિજીવી મતદાતાઓ પણ ભાજપ થી વિમુખ થઈ રહ્યા છે. ત્યારે પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરવા એક વ્યક્તિ પોતે જીતે અને બ.કાં. ની તમામ બેઠકો ભાજપ હારે તેવો ખેલ પાડેલ હોવાનું ચોરે અને ચોંટે ખાટલા પરિષદો અને ઓટલા બેઠકો ઉપર ચર્ચાઇ રહ્યું છે.