*કેસાજી ચૌહાણનો વિધાનસભા વિસ્તારમાં મળી રહ્યુ છે જન સમર્થન*

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

*પાણી,રસ્તાઓ,આરોગ્ય ને લગતા પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવે એ મારો ધ્યેય રહેશે:કેસાજી ચૌહાણ*

બનાસકાંઠા જિલ્લાની દિયોદર વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી અને ઠાકોર સમાજના દિગગજ નેતા કેસાજી ચૌહાણને ટિકિટ આપી ફરીવાર રિપીટ કર્યો છે. ત્યારે વિધાનસભા ના ઉમેદવાર કેસાજી ચૌહાણે દિયોદર મતવિસ્તારમાં તેમનો ચુંટણી પ્રચાર ચાલુ કરી દીધો છે.દિયોદર વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં જંજાવતી ચુંટણી પ્રવાસ કાર્યક્રમ શરૂ કરીને ગામે ગામ લોકો વચ્ચે જઇ મતદારોનું સમર્થન મેળવી રહ્યા છે. કેસાજી ચૌહાણ ગામે ગામ જઇ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્રારા થયેલા વિકાસના કામોની રૂપરેખા રજુ કરી હતી.કેસાજી ચૌહાણે આ વિસ્તારના મુખ્ય પ્રશ્નો પાણીના તળ જે દિવસે દિવસે નીચા જઇ રહયા છે તેના ઉપર કામ કરવાની તેમની મુખ્ય ભૂમિકા રહેશે તેમજ ગામે ગામથી જોડતા રસ્તાઓ,આરોગ્ય ને લગતા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે એ મારુ ધ્યેય હશે.જ્યારે દિયોદર વિધાનસભા મત વિસ્તારના મોજરુ જુના, મોજરુ નવા, સેશન જુના, સેશન નવા, વાતમ જુના, વાતમ નવા, નરાણા,જાલોઢા, માનપુરા,નવાપુરા, સોની,જસાલી, સરદારપુરા(જ),ઓઢા,ડુચકવાડા,ફોરણા, લવાણા તેમજ લાખણી તેમજ ભીલડી મત વિસ્તારના ગામોમાં જનસંપર્ક દરમિયાન ભાજપ ને જ્વલંત વિજય અપાવીને ફરીવાર ગુજરાતમાં ભાજપ ની સરકારમાં સહભાગી બનવા હાકલ કરવામાં આવી હતી તેમજ દરેક ગામોમાં ગામલોકોનો સારો એવો જન પ્રતિસાદ મળી રહ્યો છે.