વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ની ભારતના ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧ ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. આજ રોજ પોલીસ સ્ટાફ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. ૮૧ ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી ફરજ બજાવતા ૯૭૮ પોલીસ સ્ટાફ મતદાન કરી રહ્યા છે.