કાંકરેજ ના થરા ખાતે આવેલ શ્રી ચામુંડા માતાજીના મંદિર ખાતે ગત તા ૨૩ નવેમ્બર ના રોજ વિશ્વકર્મા સમાજ (પંચાલ સમાજ) ના જ્ઞાતિબંધુઓ ના સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાંકરેજ તાલુકાના થરા ખાતે વર્ષોથી સમાજનું એક નાનું મંડળ શ્રી પંચાલ પ્રગતિ યુવક બચત મંડળ ચાલે છે જેને આજરોજ ૧૫ વર્ષ પૂર્ણ થતાં મંડળ ના યુવકો દ્વારા આ વર્ષ નું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યુ હતું.જેમાં કાંકરેજ તાલુકાના થરા ખાતે રહેતા પંચાલ સમાજના લોકોએ ચામુંડા માતજીના મંદિર ખાતે એકઠા થઈ સમાજના ઉત્કર્ષ,વિકાસ અને પ્રગતિ માટે ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં બાળકોના શિક્ષણ વિશે ભાર મૂકતા રસિકભાઈ પંચાલે જણાવેલ કે, સમાજ ખૂબ નાનો છે પણ સમાજના બાળકો અને યુવાનો હંમેશા શિક્ષણમાં ગુણવત્તા ધરાવનાર હોય છે કાર્યક્રમમાં આભારવિધિ શિક્ષક શ્રી સોમાભાઇ પંચાલ (રવિયાના) દ્વારા કરવામાં આવેલ આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ શ્રી હસમુખભાઈ પંચાલ, અશોકભાઈ પંચાલ, નાગજીભાઈ પંચાલ,ગાંડાલાલ પંચાલ તથા સમાજના લોકોએ હાજર રહી આ પ્રસંગને સફળ બનાવ્યો હતો.

બચત મંડળ ના વરિષ્ઠ અને પારદર્શી વહીવટ કરનાર શ્રી જગદીશભાઈ કમ્બોયા નું શાલ ઓઢાડીને સન્માન શ્રી કનુભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યુ હતું....