128 હાલોલ વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચારેકોર સંભળાઈ રહ્યો છે જેમાં હાલોલ વિધાનસભા મતવિસ્તારમાં આવતા હાલોલ જાંબુઘોડા અને ઘોઘંબાના ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરી વિસ્તારોમાં પણ ઠેર ઠેર ચૂંટણીના બ્યૂગલો વાગી રહ્યા છે ત્યારે હાલોલ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને જયુ દાદા ના હુલામણા નામથી જાણીતા વર્તમાન ધારાસભ્ય જયદ્રસિંહજી પરમારના પ્રચાર અર્થે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ જયુ દાદાના સમર્થકો ટેકેદારોની વિશાળ ફોજ સમગ્ર હાલોલ તાલુકા સહિત જાંબુઘોડા ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત હાલોલ શહેર જાંબુઘોડા ગામ અને ઘોઘંબા ગામમાં રાત દિવસ એક કરી જયુ દાદા માટે ચૂંટણી પ્રચાર જોર શોરથી કરવામાં લાગ્યા છે જેમાં ચારે તરફ જ્યુ દાદાની વિશાળ કાર્યકરો સમર્થકો અને ટેકેદારોની ફોજ ભારે જોમ અને જુસ્સા સાથે જ્યુ દાદાને ચૂંટણી જંગમાં જીત અપાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે જેમાં ચારે તરફથી જ્યુ દાદાને મળી રહેલ અભૂતપૂર્વ આવકાર જોઈ કાર્યકરો જ્યુ દાદાની પ્રચંડ બહુમતી સાથેની જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.