કપડવંજમાં બહુચર માતાજીના મંદિરે માતાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે; દર્શને પધારવા અને પ્રસાદી લેવા માઈભક્તોને આમંત્રણ કપડવંજમાં ધોળીકુઈ વિસ્તારમાં આવેલ શ્રી બહુચર માતાજીના મંદિરે મા બહુચરના પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે. તારીખ 25ને શુક્રવારના રોજ આ દિવસ ઉજવવામાં આવશે. આ પ્રસંગે સૌ માઈ ભક્તોને મોટી સંખ્યામાં માતાજીના દર્શને પધારવા અને રસ રોટલીની પ્રસાદી લેવા માટે મા બહુચરના મંદિર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. માતાજીની મહાઆરતી થશે આ વર્ષે પણ પરંપરાગત માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે આ અંગે મંદિરના સેવક ભાવિન જોશીના જણાવ્યા મુજબ સવારે 8:00 કલાકે માં બહુચર માતાજીની મહાઆરતી થશે. આરતી પૂર્ણ થયા બાદ પ્રસાદીમાં સૌ માઈ ભક્તોને કેરીના રસ - રોટલીની પ્રસાદી પીરસવામાં આવશે. રસ રોટલીની પ્રસાદી સવારના 8:00 વાગ્યાથી બપોરના 1:00 કલાક સુધી પ્રસાદી આપવામાં આવશે. રાણી માસીબા ગરબામાં પધારશે આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌ માઈ ભક્તોને મોટી સંખ્યામાં માતાજીના દર્શને પધારવા અને રસ રોટલીની પ્રસાદી લેવા માટે માં બહુચરના મંદિર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. તો રાત્રિના 9 કલાકે શ્રી બહુચર માતાજીના મંદિરના સન્મુખ સામે ધોળીકુઈ વિસ્તારમાં બહુચર માતાજીના આનંદના ગરબાના પાઠ કરવામાં આવશે. જેમાં બહારગામથી આમંત્રિત કરેલા રાણી માસીબા માતાજીના આનંદના ગરબામાં પધારશે માતાજીના આનંદના ગરબાની રમઝટ બોલાવાશે.