કપલનું નવું ઘર: વડોદરાના મહારાજા સમરજીત સિંહ ગાયકવાડનો મુંબઈનો ફ્લેટ અનુષ્કા-વિરાટે ભાડે લીધો, મહિને 2.76 લાખ ભાડું

બોલિવૂડના પાવર કપલ ગણાતા અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે બંને પોતાના નવા ઘરને કારણે ચર્ચામાં છે. તેમણે અલીબાગમાં ફાર્મહાઉસ ખરીદ્યું અને મુંબઈમાં ઘર ભાડે લીધું છે.