લોહાણા સમાજના ગૌરવવંતા સમાજ સેવકશ્રી બાલમુકુંદ ઠક્કરનું વિશેષ સન્માન કરવામાં આવેલ...
શિહોરી ગામના શ્રી બાલમુકુંદભાઈ રઘુવંશી સમાજના સેવાકાર્યોમાં સદૈવ તત્પર અને સમર્પિત રહે છે. સોશિયલ મિડીયાના માધ્યમથી રઘુવંશી સગપણના વિવિધ સેવાકાર્યો વિના મૂલ્યે (ફ્રી) સેવા આપી રહ્યા છે. સમાજની વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં શ્રી બાલમુકુંદભાઈ ઠક્કર હર હંમેશ આગળ હોય જ છે. જે બદલ તાજેતરમાં ભાટીયાની સરકારશ્રી માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે ભાટીયા કાર્યાલય ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશનું સ્મૃતિ, સન્માન પત્ર એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવેલ
શ્રી બાલમુકુંદભાઈને સંગીત પ્રત્યે પણ અનેરો લગાવ છે. સંગીત પ્રેમી છે. સમાજ સેવકશ્રી બાલમુકુંદભાઈ સદૈવ સમાજ હિતકાર્યો, સેવાકાર્યો કરતા રહે એવી સંત પૂ. જલારામબાપા તથા ભગવાન શ્રી દ્વારકાધીશને અભ્યર્થના સહ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ લોહાણા સમાજમાંથી ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહેલ છે.