ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે તમામ પક્ષો ચૂંટણી જીતવા એડિંચોટીનું જોર લગાવી રહી છે. દરેક પક્ષ મતદારોને રીઝવવા ઉમેદવારો પક્ષના સ્ટાર પ્રચારકોથી લઇ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પ્રચાર માટે મેદાને ઉતારી રહ્યા છે, ત્યારે ભાજપે પણ પોતાના દિગ્ગજ નેતાઓને ગુજરાતના રણ મેદાનમાં ઉતારી દીધા છે. જ્યાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.ન્ડ્ડા,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ જાહેરસભા સંબોધી ગુજરાતને ગુંજવી રહ્યાં છે. ત્યારે ગુજરાતની આ ચૂંટણીમાં ભાજપનો ડંકો વગાડવામાં ગુજરાતના આ સ્ટાર પ્રચારકો કેટલું યોગદાન આપશે તે જોવું રહ્યું.ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યા છે. દરેક પક્ષ મતદારોને રીઝવવા ઉમેદવારો પક્ષના સ્ટાર પ્રચારકોથી લઇ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પ્રચાર માટે મેદાને ઉતારી રહ્યા છે, ત્યારે ભાજપે પણ પોતાના દિગ્ગજ નેતાઓને ગુજરાતના રણ મેદાનમાં ઉતારી દીધા છે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દસાડામાં જાહેરસભાને સંબોધી હતી.
દસાડાથી અમિત શાહે સભા સંબોધી
-અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લીધી
-નરેન્દ્ર મોદીએ કચ્છના ખાવડા અને બનાસકાંઠાના વાવ સુધી પાણી પહોંચાડ્યું
-આપણા પંથકમાં પીવાનું પાણી, સિંચાઈનું પાણી ભાજપે પહોંચાડ્યું
-કોંગ્રેસ ખાલી બોલે છે, જયારે ભાજપ કાર્ય કરીને બતાવે છે
-કોંગ્રેસના રાજમાં દસાડામાં કોમી તોફનો થતાં, જ્યારે ભાજપની સરકાર આવ્યા પછી બધુ બંધ થઈ ગયુ
-અયોધ્યા મંદિર માટે અનેક લોકોએ બલિદાન આપ્યું
-કોંગ્રેસે મંદિરનો મામલો કોર્ટમાં લટકાવી રાખ્યો હતો
પરંતુ 1લી જાન્યુઆરી 2024એ ભગવાન રામનું મંદિર લોકો માટે ખુલ્લુ મુકાશે
-ભાજપે આંબેડકરનું સ્મારક બનાવ્યું
ખેડુતોને તેમના પાકનો સારામાં સારો ભાવ મળ્યો