સુરેન્દ્રનગર: તા.૧૯/૧૧/૧૯૯૪થી દૂધરેજ ગામ આજદિન સુધી પ્રોપર્ટી કાર્ડ મળેલ નથી.અને અન્ય હક્ક હિસ્સાથી વંચીત રાખ્યા હોવાની રજૂઆત વિનોદભાઈ મકવાણા દ્રારા કલેકટરમાં કરવામા આવી છે. તેઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે, સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકા માં દૂધરેજ ગામ પંચાયતને સુરેન્દ્રનગરમાં નગરપાલીકામાં તો ૧૯ ૦૫/૧૯૯૪ના રોજ સમાવેશ કરવામાં આવેલ તેમ છતા આદિન સુધી નગરપાલીકા તેમજ મામલતદાર કચેરી દ્વારા ગામતળ આવેલ મકાની જમીનનું રેકર્ડ ઉપરથી ખરાઈ કરેલ નથી અને સીટી સર્વ દ્વારા પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવેલ નથી અન્ય કચેરી એક બીજાના તરફ ખો આપ્યા કરે છે જયારે અન્ય સરકારી લાભ થી વંચીન સમગ્ર દૂધરેજના નાગરીકો વંચીત રહી જાય છે આ બાબતે વારંવાર લેખીત અને મૌખિક રજુઆત કરેલ તેમ છતાં આજદિન સુધી કોઈપણ કામગીરી કરવામાં આવેલ નથી. અને અત્યારે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા બનાવવામાં આવી છે પરંતુ રેક યા જશે સમગ્ર દૂધરેજનું રેકર્ડ આજદિન સુધી કોઈ જ ઠેકાણું નથી રેકર્ડન અને અમો દૂધરેજના નાગરીક પાણી કનેકશન લેવું હોય તો મુશકેલી અનુભવે છે અને નીચે મુજબના મુદ્દા ઓ ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામા આવી છે.

(૧) દૂધરેજ તમામ જગ્યા એ ખુલ્લી ગટ્ટરો આવેલી છે તેનું સમગ્ર પાણી દૂધરેજ નીચાણવાળા વિસ્તાર અનુ.જાતિ વિસ્તારમાં પાણી ભરાયેલા રહે છે. ભૂર્ગભ ગટ્ટર દ્વારા ગટ્ટરનું કામ બાકી હોય ગટ્ટરની કામગીરી અધુરીના કારણે લોકો ખુલ્લી ગટ્ટરનો ઉપયોગ કરે છે ખુલ્લી ગટ્ટરો બંધ કરવી અને ભુર્ગભ ગટ્ટરની કામગીરી અધુરી હોય તે પુરી કરવી

(૨) પાણીની લાઈન નવી અમુક વિસ્તારમાં જ નાખવામાં આવી છે જુની લાઈનમાં પાણી ચાલુ રાખવું જોઈએ અને નવી લાઈન પાણીમાં નાખેલ તે થી ઝગ્યા એ લીરજ હોય તેને રીપેરીંગ કરવી અને પાણીની લાઈન બાકી હોય તેવા વિસ્તરમાં પાણીની પાઈને નાખવી રોડ પરના નાળ૮ જ.સુ.ડી.સી નટ્ટર દ્વારા નાળા ભરવામાં આવેલ છે તેન લાઈન દૂર કરી નાળા પાસે થોડી દુર કુંડી કરવી.