આજ રોજ તા.20/11/2022 ના રોજ શંખેશ્વર તાલુકા ના કંચન પુરા ગામે હેલો કમલ શક્તિ કાર્ય ક્રમ અંતર્ગત મહિલા મોરચા દ્વારા સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો .આ કાર્યક્રમ માં પાટણ જિલ્લા મહિલા મોરચા ના મંત્રી અને શંખેશ્વર કોલેજના સંસ્કૃત વિષય ના પ્રોફેસર બહેન શ્રી ડૉ. કુંજલબેન ત્રિવેદી જી તથા શંખેશ્વર તાલુકા ના પ્રમુખ શ્રી મંજુલા બેન જામાજી ઠાકોર ઉપસ્થિત રહયા હતા . કાર્યક્રમ ની શરૂઆતમાં કંચનપુરા ના સરપંચ બહેન શ્રી દ્વારા પાટણ જિલ્લા મંત્રી બહેન શ્રી ડૉ. કુંજલ બહેન ત્રિવેદી જી નું તથા બહેન શ્રી મંજુલા બહેન તાલુકા પ્રમુખ નું શાલ ઓઢાડી ને સ્વાગત કરવાં આવ્યું હતું ત્યારબાદ આ કાર્ય ક્રમના પ્રવચન માં બહેન શ્રી ડૉ. કુંજલ બહેન એ જંગી બહુમતી થી શ્રી દિલીપ ઠાકોર સાહેબ ને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી . સાથે સાથે સાહેબ શ્રી દ્વારા કરવામાં આવેલા સરકાર ના વિકાસ કર્યો ની માહિતી આપી હતી અને સાથે બહેનો ને કમલ મહેંદી મૂકી .સાથે સાથે અતિયાર સુધી માં બહેન શ્રી એ 10 થી વધુ ગામડાઓ માં મંડલ પ્રવાસ માં મહિલા સશક્તિ કરણ અને મહિલાઓ બહોળી સંખ્યા માં મતદાન કરે તે અંગે જાગૃતિ લાવના અથાગ પ્રયત્નો કરિયા હતા. અને બહેન શ્રી ડૉ. કુંજલ બહેન આજ સુધી માં 200 થી વધુ બહેનો ને કમલ મહેંદી મૂકી ચૂકયા છે તેમનો ટાર્ગેટ 500 કમલ મહેંદી રચવાનો શુભ સંકલ્પ છે તેમ જણાવ્યુ હતું. અને સાથે સાથે પહેલી વાર મતદાન કરવા જય રહેલી દીકરીઓને મળી ને ભાજપ ને મત આપવા માટે ઉત્સાહ વધારીયો હતો.આઅને ખાટલા બેઠક માં ચાય પે ચર્ચા માટે ખાટલા માં ચા ની મોજ માણી અંતમાં આ .કાર્યક્રમ સફળ બનાવ્યો હતો....
શ્રી ડૉ. કુંજલ બહેન ત્રિવેદી જી ને ચૂંટણી લક્ષી પ્રચાર માં ખૂબ મોટી સંખ્યામાં બહેનો તરફથી સમર્થન મળી રહ્યું છે જે ખૂબ ખૂબ ગૌરવ ની વાત છે. બહેન શ્રી આમ જ ઉત્સાહ પૂર્વક આગળ ભાજપા પાર્ટી ની કર્તવ્યનિષ્ઠ જવાબદારી બજાવતા રહો ને ખૂબ આગળ વધતા રહો તેવી શુભકામનાઓ .