નોધારાનો આધાર માનવતાની સાંકળ.

આજરોજ અરવલ્લીની ગિરિમાળાઓમાં વસતા કે જેઓ પર્વતીય વિસ્તાર, શહેરથી દુર, ઊંડાણ અને છૂટાછવાયા વિસ્તારમાં રહેનારા કે જેમને ભગવાન શિવાય કોઈ આશરો નથી તેવા લોકોને મળવા ભગવાને પ્રેરણા કરતા ચાંરી ગામે વૃદ્ધ નિરાધાર માતાઓને સંતાન તરીકે મળી બહુજ આનંદ થયો. 

ભગવાને પણ લખ્યું હશે કે " જેનું કોઈ નથી તેનો ભગવાન છે" પારકા ઘેર જન્મ લેનારા એક દિવસ સંતાન બની આવશે અને પોતાનાજ માં બાપ ગણી હુંફ આપશે તે લેખને ભગવાન સાર્થક ચોક્કસ કરવા તમારા જેવા લોકોને પ્રેરિત કરે છે.

  

તમારા મારા થાકી એક નાનકડો‌ પ્રયાસ છે ફુલ નહિ તો ફુલની પાંખડી દાન સ્વરૂપે આપશો તો અમે વધુમાં વધુ જરુરીયાતમંદ લોકો ને‌‌ મદદ‌ પહોંચાડી શકીશું. માનવતા ધર્મ ની આ સાંકળ માં એક એક કડીઓ જોડીએ જેવી કે,

આપ આર્થિક રીતે કે વસ્તુ રૂપે મદદ કરવા સહયોગી છો અથવા આપ પાસે વધારાનું છે અથવા તેની જરૂરત તમારે હવે નથી તે નવા જુના બુટ- ચંપલ, કપડા, ધાબળા‌- ધાબળી, ગોદડા, ગરમ કપડા, ટોપી, ‌પુસ્તકો- પેન પેન્સિલ, સ્કૂલ બેગ, વોટરબેગ, ઘર વખરી અનાજ - કઠોળ‌‌ - લોટ - તેલ, તેમજ‌ સામાન્યજનોના જીવન નિર્વાહના ‌ઉપયોગ‌દમા આવતી તમામ સામગ્રીઓ.. દાન સ્વરૂપે આપી શકો છો આ વસ્તુઓ ‌કદાચ કોઈ ગરીબ - જરૂરીયાતમંદ માટે ‌ઘણી‌‌ કિંમતી હોય શકે.

આપના દ્વારા આપવામાં આવેલુ‌ દાન - ટ્રાઈબલ વિસ્તાર, ગરીબ ‌ઝૂંપડપટ્ટી એરિયા માં રહેતા બાળકો,સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ‌ સમાજ ના છેવાડાના અંતરીયાળ વિસ્તારો સુધી માનવતાની સાંકળ થકી જરૂરિયાતમંદ ‌લોકો‌ સુધી આપના દ્વારા‌ આપવામાં આવેલી સહાય પહોંચાડવા ‌આવશે.

ચાલો આપણે સાથે મળીને કોઈક ના‌ જીવનમાં ખુશી નું કારણ‌ બનીએ...