હાલોલ વિધાનસભા બેઠક પર આજ રોજ ફરી એક વાર નવો રાજકીય વળાંક સામે આવવા પામ્યો છે જેમાં આજે સોમવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે કોંગ્રેસના ઉમેદવાર અનીશ બારીયાના વિરોધમાં પક્ષમાંથી રાજીનામું ધરી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી કોંગ્રેસના સ્થાનિક મોવડી મંડળ પર અનેક આક્ષેપ કરનાર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ યુથ મહામંત્રી ગુરુરાજસિંહ ચૌહાણે આજ રોજ પ્રાંત કચેરી ખાતે જઈ પરત પોતાનું ઉમેદવારી ફોર્મ ખેંચી લેતા128-હાલોલ વિધાનસભા બેઠકના રાજકીય સમીકરણોમાં ફરી એકવાર નવો વળાંક આવ્યો છે જેને લઈ અનેક અટકળો સાથે સવાલો ઊભા થવા પામ્યા છે જેમાં ગુરુરાજસિંહ ચૌહાણ આજ રોજ મોડી સાંજ સુધીમાં કોઈ ધડાકો કરે તેવી શક્યતા સેવાઈ રહી છે જેમાં વિશ્વનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુરુરાજસિંહ ચૌહાણ પોતાનો ટેકો સાંજ સુધીમાં કોને આપી કોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે તે ચિત્ર સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે જોકે ગુરુરાજસિંહ ચૌહાણે પોતાનું અપક્ષ તરીકેનું ફોર્મ પરત ખેંચી લેતા હાલોલના રાજકારણમાં જો અને તો ની અનેક શક્યતાઓ સાથે નીત નવી ચર્ચાઓનો ગરમાવો હાલની શરૂ થઇ રહેલ ફૂલ ગુલાબી ઠંડીમાં વર્તાઈ રહ્યો છે.