ખાંભા પંથકમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા જોખમાં મુકાઈ રહી હોય તેવું લાગીરહ્યું છે.

 ખાંભા પંથકમાં રહેતી એક યુવાન પરિણીતા બપોરે ભાત લઈને વાડીએ જતી હતી ત્યારે

એક ઇસમે તેને આંતરી અડપલાં કર્યા હતા .

જેના કારણે તે રડવા લાગી હતી.અને આરોપી જતાં જતાં મશ્કરી કરતો ગયો હતો .

આ અંગે પરિણીતાએ તેમના પરિવારજનોને વાત કરતાં આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી

આ કેસની વિગત એવી છે કે , બે દિવસ પહેલા બપોરે સાડા બાર વાગ્યે પરિણીતા વાડીએ ભાત લઈને જતી હતી ત્યારે,ખાંભા થી દાઢીયાળી જવાના જુના રસ્તા પર ખાંભાના ભગવતીપરામાં રહેતો ભોજુભાઇ ગભરૂભાઇ કીકર મોટર સાયકલ લઇને આવ્યો હતો.અને મોટરસાઇકલ ની ઘોડી ચડાવી બળજબરીપૂર્વક તેને પકડી લીધી હતી,અને તેણીની ઈચ્છા વિરુદ્ધ ગુપ્ત ભાગે અડીને બિભત્સ માંગણીઓ કરવા લાગતાં તે રડવા લાગી હતી . જેથી તે ત્યાંથી જતો રહ્યો હતો . આરોપી અગાઉ પણ તેનો પીછો કરી મશ્કરી કરતો હતો . આ બનાવની ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.ટી.મેર વધુ તપાસ કરી રહ્યા છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.