અમદાવાદ

રાજય સરકાર દ્વારા ગરબાના પાસ પર 18 ટકા જી એસ ટી લાગુ કરવામાં આવ્યું છે. જેને લઈને આજે નરોડા નોબલનગર ચાર રસ્તા પાસે આજે આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આજે વિરોધ કર્યો હતો. જિલ્લા પ્રમુખ જે. જે મેવાડાની ઉપસ્થિતિમાં અને નવા જાહેર કરાયેલા ઉમેદવાર ૐ પ્રકાશ તિવારી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ ગરબા રમી અને વિરોધ નોધાવ્યો હતો. અમદાવાદ સહિત બરોડા, વલસાડ, સુરત, રાજકોટ સહિત શહેરોમાં વિરોધ નોધાવ્યો હતો.કાર્યકરો મોટી સંખ્યામાં આવતા પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો. અને કાર્યકરોને પણ સમજાવવાની કોશિશ કરી હતી. ગરબા એ લોકોનો સૌથી પ્રિય ઉસત્વ છે અને આજના યુવાઓ પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે જાય છે ત્યારે આ વખતે ગરબા રમવા તેમણે મોઘા પડે તેમ છે. આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે હવે સરકાર માતાજીની આરાધનામાં પણ જી એસ ટી લગાવી અને બેફામ લૂંટ ચલાવી રહી છે આ જી એસ ટી પાછો ખેંચવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.