વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી ઓ ચાલી રહેલ છે. ઉમેદવાર અને પ્રચારકો રાત દિવસ સભાઓ ગજવે છે. વિવિધ મુદ્દે ભાષણો આપવામાં આવે છે. તાલીઓની ગડગડાટ થાય છે. નાસતાઓ કરીને બધા છુટા પડે છે. કાર્યકરો આખો દિવસ લોકોને મનાવતા નઝરે પડે છે આ ધટનાક્રમ આવનાર ચુંટણીના દિવસ સુધી ચાલશે. પરંતુ ત્યારબાદ નો વિચાર કાર્યકરો અને મતદારોને આવતો નથી. આજે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ખાનગી શિક્ષણ, ખાનગીકરણ, અસુવિધા ઓ, જેવા પ્રશ્નો રોજીંદા માથાના દુખાવા સમાન બની ગયેલ છે.ટક નુ લય ને ખાતા સામાન્ય પરીવાર આજે મોંઘવારી ના કારણે પોતાનું ધર ચલાવી શકતા નથી. તમામ ક્ષેત્રે લોકો હાડમારી ભોગવી રહેલા છે. રાત દિવસ ની મજુરીના અંતે એક મજુરવર્ગ તેલનો ડબ્બો, ગેસની રીફીલ, લાઈટબીલ, અને રસોડાની સામગ્રી ખરીદે છે ત્યાં જ પોતાના મહીનાની કમાઈ મોંધવારી માં સમાય જાય છે. ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર સરકાર અને રાજય સરકાર લોકોને પડતા મોંધવારી ના મારના પ્રશ્નો નુ નિરાકરણ કરવાને બદલે વિકાસ ના ગુણગાન ગાય રહેલ છે ત્યારે ખરેખર એવુ લાગે છે કે ૨૦૨૨ ની વિધાનસભા ચુંટણી માં. મોંધવારી કદાચ ભાજપને ભરખી જશે.????