ધારી-૯૪ વિધાનસભા માં બગસરા-ધારી-ખાંભા અને ચલાલા જેવા ચાર શહેરી વિસ્તાર આવે છે.ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નુ હોમટાઉન ચલાલા વિસ્તાર છે તો કોંગ્રેસના ઉમેદવાર નુ હોમટાઉન ખાંભા છે, જયારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર નુ હોમટાઉન બગસરા શહેર છે. આ તમામ વિસ્તાર ની વાત કરીએતો બગસરા ના સ્થાનિક મતદારો આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા ના સમર્થન માં મતદાન કરી શકે છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર ના હોમટાઉન ખાંભા માં કોંગ્રેસના ઉમેદવાર ને મત મળી શકે છે જયારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા ના હોમટાઉન ચલાલામાં મળવાપાત્ર મતોનુ વિભાજન અપક્ષ ઉમેદવાર ઉપેન્દ્ર ભાઈ વાળા કરી શકે છે જે કદાચ ભારતીય જનતા પાર્ટી માટે સહુથી મોટા નુકસાનકારક સમાચાર હશે.. આ તમામ શહેરી વિસ્તારોમાં ધારી શહેરમાં કોંગ્રેસ, ભાજપ, આપ અને અન્ય પક્ષના ઉમેદવાર મતો ના ભાગલા પડાવશે. પાટીદાર સમાજના મોટાભાગના મત આમ આદમી પાર્ટી લય શકે છે જયારે કોંગ્રેસના ઉમેદવાર બિનપાટીદાર અને બિનવિવાદસ્પદ ચહેરો છે જે કદાચ મતદારોને રિજવીને સફળતા મેળવે તો નવાઈ નહી