લીંબડી વિધાનસભા બેઠક પર ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટુ ગાબડું પડ્યું છે. પૂર્વ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભગીરથસિંહ રાણા સહીત તેમના અનેક કાર્યકર્તાઓએ આજરોજ લીંબડી વિધાનસભાના ઉમેદવાર કિરીટસિંહ રાણાના હસ્તે આજે કોંગ્રેસ છોડીને કેસરિયો ધારણ કર્યો હતો. આ પ્રસંગે ભાજપના આગેવાનો કાર્યકર્તા સહીત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.