હાલમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો ધમધમાટ એની ચરમસીમાએ છે. ત્યારે દસાડામાં વિધાનસભામાં કોંગ્રેસના બે ટર્મથી જિલ્લા પંચાયતમાં ચૂંટાતા ઠાકોર સદસ્ય હજારો કાર્યકર્તાઓ સાથે શક્તિ પ્રદર્શન સાથે ભાજપમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રીની હાજરીમાં પાટડી વિજય ચોકની સભામાં ભવ્ય રેલી સાથે ભાજપમાં જોડાયા હતા.દસાડા વિધાનસભાની અનુસુચિત જાતિની અનામત સીટ પર આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. હાલમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારના ધમધમાટ એની ચરમસીમાએ છે. ત્યારે છેલ્લા બે ટર્મથી ખારાઘોડા જિલ્લા પંચાયત સીટ પર ભાજપના દિગ્ગજ ઉમેદવારોને હરાવીને વિજેતા બનેલા દસાડા તાલુકાના ઘાસપુર ગામના ઠાકોર નેતા નટુજી ઠાકોરને કોંગ્રેસે ધ્રાંગધ્રા વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપવાનું પાક્કુ હોવા છતાં અંતે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પપ્પુ ઠાકોરને ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાની ટિકિટ આપી હતી.આથી કોંગ્રેસથી નારાજ થયેલા નટુજી ઠાકોર હજારો કોંગ્રેસી કાર્યકર્તાઓ, ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરોની ફોજ સાથે શક્તિ પ્રદર્શન કરી ભાજપમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરજંન જ્યોતિજીની હાજરીમાં પાટડી વિજય ચોકની સભામાં ભવ્ય રેલી સાથે ભાજપમાં જોડાયા હતા. એમણે અને ભાજપના ઉમેદવાર પી.કે. પરમાર, દિલીપ પટેલ, નગરપાલિકાના પ્રમુખ મૌલેશ પરીખ અને તાલુકા પંચાયતના પ્રમુખ ધવલ પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં કેસરી ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું હતુ. જીગરજી ઠાકોર, નરેશજી ઠાકોર, અજમલજી ઠાકોર, સુરેશજી ઠાકોર આ સિવાય 200થી વધુ કોંગ્રેસી કાર્યકરો રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं