સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ, ચોક બજારનો મુખ્ય રોડ બંધ થતાં હાલાકી
વેડથી શાહપુર સુધી હજારો વાહનોની અવરજવર
સોદાગરવાડમાં બીઓબી પાસે રોજ ટ્રાફિક
શહેરમાં મેટ્રોના ચાલી રહેલાં કામમાં સૌથી વધુ અસરગ્રસ્ત
વિસ્તાર હાલ ચોક એરિયા બન્યો છે. એવામાં હાલ ચોકથી
પાલિકા કચેરી તરફનો રોડ બંધ કરી દેતા છેલ્લાં એક
અઠવાડિયાથી પિક અવર્સમાં ભારે ટ્રાફિકજામ જોવા મળી
રહ્યો છે. અંદાજે 60 ફૂટનો રોડ મેટ્રોના સામાન્ય કામકાજ
માટે રોકાયેલો હોવાનું સ્થળ પરથી ફલિત થઈ રહ્યું છે.
સોદાગરવાડમાં બેન્ક ઓફ બરોડાની બહાર પણ રોજ ટ્રાફિક થાય છે. સ્થાનિકો કહે છે કે આટલો મોટો રોડ હોય 15 ફૂટ જેટલો તો મહત્તમ ખુલ્લો રાખી જ શકાય. આ રોડ બંદ થતાં ક્રાઇમ બ્રાન્ચ, જિલ્લા પંચાયત અને ખુદ મહાનગર પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓને પણ આવવા જવામાં ભારે તકલીફ પડી રહી છે. મુખ્ય રોડ બંધ હોવાથી ગલીઓ ટ્રાફિકથી ઊભરાય છે.