યાત્રા ધામ અંબાજી ખાતે એક માઈ ભક્ત દ્વારા 23 લાખ 67 હજારનું સોનાનું દાન આપવામાં આવ્યું.....
શક્તિ ભક્તિ અને આસ્થા નું ત્રિવેણી સંગમ એવું જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર જ્યાં હજારો માય ભક્તોમાં અંબાના દર્શને આવતા હોય છે અને માતાજીને ભેટ સ્વરૂપે દાન પર કરતા હોય છે. અંબાજી મંદિર નું શિખર સોનાથી મડાયેલું છે
આજે અંબાજી મંદિર ખાતે મુંબઈના એક માઈભક્ત દ્વારા 454 ગ્રામ સોના નાં નાના મોટા બિસ્કીટ મળીને દાન આપવામાં આવ્યું.જેની કિંમત 23 લાખ 67 હજાર થાય છે. અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સોના નું દાન સ્વીકાર કરવામાં આવ્યું.....