ખંભાત કોલેજ કેમ્પસમાં આવેલ શ્રી શરદકુમાર હાંસોટી અને મંજુલાબેન હાંસોટી વાણિજ્ય અનુસ્નાતક એમ.કોમ.કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ યાત્રા દ્વારા ૧૦ હજાર લોકોનો સંપર્ક કર્યો હતો.એમ.કોમ કોલેજના વડા ડૉ. હસન રાણાએ જણાવ્યું હતું કે, મતદાન જાગૃતિ યાત્રાનો મુખ્ય હેતુ લોકો મહત્તમ મતદાન કરી લોકશાહી મજબૂત બનાવે એવો છે.સશક્ત લોકશાહી માટે મહત્તમ મતદાન અનિવાર્ય બાબત છે.અમારી યાત્રા ખંભાત બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, દરિયાઈપટ્ટી, ગ્રામીણ વિસ્તારોમાં જેવા કે, પાંદડ, નવી અખોલ, નવાગામબારા, લુણેજ, જૂની અખોલ, સોખડા, સહિતના ગામોમાં ફરી મતદારોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ અંગે સેક્રેટરી ડૉ.બંકિમચંદ્ર વ્યાસે વિદ્યાર્થીઓની આ પહેલને આવકારી તેમનામાં.રહેલા લોકશાહી મૂલ્યોને બિરદાવ્યા હતા.વધુમાં જણાવ્યું હતું કે, આ યાત્રા દ્વારા જે પણ મતદારોને સમજાવવામાં આવ્યો છે તે અચૂક મતદાન કરશે.કાર્યક્રમની સંચાલન પ્રાધ્યાપિકા મિત્તલબેન ગોસ્વામીએ કર્યું હતું.
(સલમાન પઠાણ-ખંભાત)