હવે ગેસના બાટલા પણ મતદાન કરવા માટેનો આપી રહ્યાં છે સંદેશો
હવે ગેસના બાટલાઓ પણ દાહોદ જિલ્લાના મતદાતાઓ સુધી અચૂક મતદાન કરવા માટેનો સંદેશો પહોંચાડી રહ્યાં છે. ગેસના બાટલા ઉપર લોકાશાહી પર્વના અવસરનો તો સંદેશો છે જ. સાથે જિલ્લા ચૂંટણી તંત્રની કોઇ પણ મતદાતા મતદાન વિના રહી ન જાય એ માટેની ચીવટ પણ જોવા મળી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં મતદાતા જાગૃકતા માટે સઘન અભિયાન ચાલી રહ્યું છે. દરેક મતદાતા લોકશાહીના પર્વમાં સહભાગી બને એ માટે ગેસના બાટલા, તેની રિસીપ્ટ, સરકારી તેમજ ખાનગી દવાખાનાના કેસ પેપર, મેડીકલ સ્ટોર તેમજ દુકાનોના બીલ, શાળાઓ, વિદ્યાલયોમાં જાગૃકતા અભિયાન તેમજ ઠેર ઠેર દિવાલો ઉપર પણ મતદાન કરવા માટેના સંદેશા જોવા મળી રહ્યાં છે.