ગાંધીધામમાં ભાજપના પ્રચારનો આરંભ

     આજથી ગુજરાતમાં ભાજપ દ્વારા પ્રચારનો પ્રચંડ આરંભ કરી દેવામા આવ્યો છે. કેન્દ્રીય નેતાઓ આજે ગુજરાતને ધમરોળી રહ્યા છે ત્યારે ગાંધીધામ વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમદવાર માલતીબેન મહેશ્વરીના સમર્થનમાં આસામના સીએમ હેમંત બિશ્વ શર્માએ હાજરી રહી અને કાર્યકર્તાઓ તથા મતદારોમાં એક નવા જ જોમ-જુસ્સાનો સંચાર કરી દીધો છે. આજ રોજ સવારે ગાંધીધામના પંડિત દીનદલાય હોલ, ગુરૂકુલ ખાતે ભાજપના સ્ટારપ્રચારક હેમંત બિશ્વા શર્મા આવી પહોચ્યા હતા જયા તેઓનુ ઉમળકાભેર પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અહી શર્માએ જાહેરસભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર દેશ-દુનીયામાં વિકાસના કાર્યો પણ અગ્રેસર છે. ગુજરાતમાં પણ ભાજપની સરકાર હોવાથી મતદારોને ડબલ એન્જીન સરકારનો બેવડો લાભ મળવા પામી રહ્યો છે. બિશ્વાએ કહ્યુ કે, અયોધ્યામાં રામમંદિરનુ ભવ્ય નિર્માણ થવા પામી રહ્યુ છે. આગામી ટુંક જ સમયમાં કોમન સિવીલકોડ પણ આવી રહ્યુ છે. કાશ્મીરમાં સુખ-શાંતી સ્થપાઈ ગઈ છે. આ બધુ જ નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટીથી જ થવા પામ્યુ છે. આ તબક્કે બિશ્વાએ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોને પણ આડેહાથ લીધા હતા. બીશ્વાએ ગુજરાતના વિકાસ મોડેલની પણ નોધ લઈ અને ગુજરાતનો વિકાસ આજે દેશ-દુનીયામાં વણખાઈ રહ્યો છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વીકાસના પાયા મજબુત બનાવ્યા હોવાનુ કહ્યુ હતુ. બિશ્વાએ આ તબક્કે જણાવ્યુ હતુ કે, ગુજરાતની તો આજે દુનીયામાં નોધ લેવાઈ રહી છે એટલે ગુજરાતમાં પરીવર્તન નહી પુનરાવર્તની જરૂર છે અને ગુજરાતની શાણી પ્રજા આ વાત સારી રીતે જાણે છે. આ પહેલા કચ્છ જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખશ્રી વલમજીભાઈ હુંબલે કહ્યુ હતુ કે, કચ્છ-ગુજરાત અને દેશના વિકાસમાં યોગદાન આપવાને માટે આપણે સૌ માલતીબેન મહેશ્વરીને વધુમાં વધુ મતોથી જીતાડીએ તેવી અપીલ વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવી હતી.

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*