કાંકરેજ 15 વિધાનસભા બેઠક ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કિર્તીસિંહ વાધેલા ની આકોલી માં જંગી સભા યોજાઈ ....... પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના આકોલી ઓગડજી મંદીર ખાતે ભારતીય જનતા પાર્ટીની મીટીંગ યોજાઈ હતી જેમાં ડી. ડી. જાલેરા ના વરદહસ્તે ઠાકોર સમાજ ના લોકો બીજેપી માં જોડાયા. આકોલી ગ્રામજનો દ્વારા કિર્તીસિહ વાઘેલા. અણદાભાઈ પટેલ. હરગોવન શિરવાડીયા અને ડોકટર રાજેશ બ્રહ્મભટ્ટ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો સહીત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને 2022 ની વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે કાળજી રાખીને મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું જેમાં આકોલી ગૌ સેવા મિત્રો દ્વારા પણ ભારતિય જનતા પાર્ટીના ઉમેદવાર અને લોકપ્રિય નેતા ઓ નું કેસરિયો ખેસ પહેરાવી ને સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા માં સાર્વત્રિક રીતે વિકાસના કામો થયાં છે અને હવે તો શિહોરી ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ની મંજૂરી આપી દીધી છે અને રોડ રસ્તા ના કરોડો રૂપિયાની ગ્રાન્ટ રોડ રસ્તા માં વાપરી છે ત્યારે હવે ખેડુતો માટે સિંચાઈ માટે પાણી ની સમસ્યાઓ દૂર થશે જેમાં કાંકરેજ તાલુકાના કસરા દાંતીવાડા ડેમ થી પાણીની પાઇપલાઇન અને ચાંગા નર્મદા કેનાલ થી રામપુરા પંપીંગ સ્ટેશન પર થી ચેખલા. શિહોરી. કુવારવા. આકોલી. માનપુર સહિત ડુંગરાસણ. વડા કાકર. ખસા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો ભરવાં માટેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને કોરોના મહામારી માં સતત પ્રયત્નશીલ રહીને લોકોમાટે ઓકસીજન અને દવા સાથે રેમડીસિવર ઇન્જેક્શન ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ પોતાના પરીવાર ની ચિંતા કર્યાં વગર લોકો માટે કાળજી રાખીને રાત દિવસ મહેનત કરી છે ત્યારે હવે 2022 ની વિધાનસભા બેઠક ના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના કિર્તીસિંહ વાધેલા ને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે કાળજી રાખીને મતદારો ને પોતાનો કિંમતી મત આપી આપીને વિજયી બનાવવા માટે હાકલ કરી હતી જેમાં ડી. ડી. જાલેરા એ વર્ષ 2017 માં કોંગ્રેસ પક્ષ માં ચૂંટણી લડી ને હાર્યા બાદ 2019 માં ભારતીય જનતા પાર્ટી માં જોડાયા હતા અને અત્યારે ગામડે ગામડે ફરીને મતદારો ને રીઝવવા માટે અને બીજેપી ના ઉમેદવાર ને જંગી બહુમતીથી જીતાડવા માટે મીટીંગો સભાઓ ગજવી રહ્યા છે ત્યારે સમગ્ર આકોલી ગામના લોકો દ્વારા તનમન અને ધનથી મદદ કરવા માટે બીજેપી ને જીતાડવા માટે ખાત્રી આપી હતી જેમાં આકોલી સરપંચ શ્રી પ્રહલાદસિંહ વાઘેલા. ગાંડાજી વાધેલા. પૂનુભા વાઘેલા. સવાજી વાઘેલા.કિતુભા વાઘેલા. બચુભા વાઘેલા. મહાદેવ પટેલ. રાજાભાઈ દેસાઈ. પોપટજી કુડેચા . વિનાજી. કમાભાઈ પરમાર સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજુભા વાઘેલા એ કર્યું
અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ